શ્રીરામજી પણ ઇન્દ્રજીતનો વધ કરી શકે એમ નહતા – લક્ષ્મણજીએ વધ કરવા આ ૩ નિયમોનું પાલન કરેલું

રામાયણની કહાનીમાં આપણને ભાઈઓનો જબરદસ્ત પ્રેમ જોવા મળે છે. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા એ આપણે બધા જાણીએ છીએ. શ્રી રામ શાંત સ્વભાવના હતા અને લક્ષ્મણ થોડા ઉગ્ર સ્વભાવના હતા. જો કે બંને પ્રેમ ખુબ જ કરતા હતા, જો કે એક સમય એવો પણ આવ્યો હતો કે શ્રી રામને તેના નાના ભાઈ લક્ષ્મણ ને લઈને શંકા પેદા થઇ હતી, શંકાનું કારણ હતું ઋષિ અગસ્ત્ય નું કથન, જેને કહ્યું હતું કે રાવણના પુત્ર ઇન્દ્રજીત ને માત્ર લક્ષ્મણ જ મારી શકશે.
આ ત્રણ નિયમોનું લક્ષ્મણજી એ કર્યું હતું પાલન :
એક વખત ઋષિ અગસ્ત મુની અયોધ્યામાં આવ્યા તો લંકા યુદ્ધ ની વાતો થવા લાગી, શ્રી રામે જણાવ્યું કે તેને રાવણ અને કુંભકર્ણ જેવા વીરો નો વધ કર્યો, પરંતુ લક્ષ્મણએ પણ ઇન્દ્રજીત અને અતિકાય જેવા વિશાળ અને શક્તિશાળી અસુરોને માર્યા હતા. આ વાત સંભાળીને ઋષિ અગસ્ત બોલ્યા, એ વાત માં કોઈ સંદેહ નહિ કે રાવણ અને કુંભકર્ણ પ્રચંડ વીર હતા. પરંતુ તેનાથી પણ વધુ વીર ઇદ્રજીત હતા. તેને અંતરીક્ષ માં ઇન્દ્ર દેવ સાથે યુદ્ધ કર્યું હતું અને તેને બાંધીને લંકા લઇ આવ્યા હતા. બ્રહ્માજી એ જ્યારે ઇન્દ્રજીત પાશે થી દાનમાં ઇન્દ્ર માગ્યા ત્યારે તેને મુક્તિ મળી. ત્યાર પછી એક લક્ષ્મણ જ હતા જે ઇન્દ્રજીત ને હરાવી શકે તેમ હતા.
તેના ભાઈ લક્ષ્મણ ની વીરતા સાંભળીને શ્રી રામ ખુબ જ ખુશ થયા. પરંતુ તેને હેરાની એ વાતની થઇ કે માત્ર લક્ષ્મણ જ કેમ ઇન્દ્રજીત ને મારી શકે તેમ હતા. તેને જીજ્ઞાશા વશ ઋષિ મુની ને પૂછ્યું કે એવું તો શું કારણ હતું કે માત્ર લક્ષ્મણ જ ઇન્દ્રજીતાના મારી શકે. ત્યારે ઋષીએ કહ્યું હતું કે ઇન્દ્રજીત ને વરદાન પ્રાપ્ત હતું કે તેનો વધ માત્ર એ જ કરી શકાશે જે 14 વર્ષ સુધી સુતું નાં હોય. જેને 14 વર્ષ સુધી કોઈ સ્ત્રી નું મોઢું નાં જોયું હોય જેને 14 વર્ષ સુધી ભોજન પણ નાં કર્યું હોય.
લક્ષ્મણે જણાવી આખી કહાની :
લક્ષ્મણ જ્યારે દરબારમાં આવ્યા એટલે શ્રી રામે તેને આ ત્રણ સવાલ પૂછ્યા, તેને કહ્યું, 14 વર્ષ તું અમારી સાથે રહ્યો તેમ છતાં તે સીતા નું મોઢું કેમ નહિ જોયું? મેં તને ફળ પણ મોકલ્યા તેમ છતાં તું ભૂખ્યો જ રહ્યો? 14 વર્ષો સુધી ઊંઘ નાં કરી? આવું કેમ થયું. પ્રભુની આ વાત સાંભળીને લક્ષ્મણે કહ્યું, ભાઈ જ્યારે આપણે ભાભીને ગોતવા માટે ઋસ્યમુક પર્વત પર ગયા તો સુગ્રીવે આપણને તેના આભુષણ જોઇને ઓળખવાનું કહ્યું હતું, તમને નવાઈ લાગશે ભાઈ પણ હું તેના પગના આભુષણ સિવાય કોઈ આભુષણ ઓળખી શક્યો ન હતો કેમ કે મેં ભાભીને માત્ર પગથી જ જોયા હતા.
14 વર્ષ સુધી કર્યું તપ :
લક્ષ્મણે કહ્યું કે તમે જ્યારે ભાભી માતા સાથે કુટીયા માં સુતા હતા ત્યારે હું રાતભર ધનુષ પર બાણ ચડાવીને પહરેદારી કરતો હતો. નિદ્રા દેવીએ મારી આંખો પર પહરા કરવાની પણ કોશિશ કરી હતી પરંતુ મારા બાણ થી તેને ભેદ આપ્યો હતો. ત્યારબાદ તેને મને કહ્યું હતું કે તે 14 વર્ષો સુધી મને સ્પર્શ પણ નહિ કરે, પરંતુ જ્યારે તમારું રાજ્યાભિષેક થશે અને હું તમારી પાછળ સેવક ની જેમ છત્ર લઈને ઉભો રહીશ ત્યારે તે મને ઘેરાશે. તમને આત્યારે જાણીને નવાઈ લાગશે ભાઈ પરંતુ રાજ્યાભિષેક સમયે મારા હાથ માંથી હથિયાર એટલે જ છૂટી ગયું હતું.
ભૂખ્યા રહેવાના પ્રશ્ન પર લક્ષ્મણે કહ્યું, ભાઈ હું જે પણ ફળ લાવતો હતો તેના ત્રણ ભાગ પડતા હતા. તમે એક ભાગ લઈને મને કહેતા હતા કે લક્ષ્મણ આ ફળ રાખી લે. તમે ક્યારેય ખાવાનું ન કહ્યું અને તમારી આજ્ઞા વગર હું ફળ ખાઈ ન શકું. અત્યારે પણ બધા ફળ તે જ કુટીયા માં પડ્યા હશે. ત્યારબાદ શ્રી રામના આદેશ થી તે કુટીયા માંથી ફળ લાવવામાં આવ્યા. તેમાં બધા જ ફળ હતા પરંતુ માત્ર સાત દિવસ નાં ફળ હતા નહિ એટલે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે સાત દિવસ ફળ ખાધા હતા.
આ કારણે કરી શક્યા હતા ઇન્દ્રજીત નો વધ :
તેના પર લક્ષ્મણે કહ્યું કે ભાઈ જે દિવસે પિતાજી ની સ્વર્ગવાસ થવાની ખબર મળી હતી, આપણે ભોજન કર્યું ન હતું. જ્યારે રાવણ ભાભીને હરણ કરીને લઇ ગયા ત્યારે આપણે ભૂખ્યા રહ્યા હતા. જે દિવસે તમે સમુદ્રની સાધના કરીને તેની પશેથી રસ્તો માંગી રહ્યા હતા તે દિવસે આપણે ભોજન કર્યું ન હતું. જયારે ઇન્દ્રજીત નાં નાગપાસ માં બંધાઈને દિવસ ભાર ઉચિત રહ્યા તે દિવસે અને ઇન્દ્રજીતે જ્યારે સીતાજીની છવી નું મસ્તક કાપ્યું ત્યારે પણ આપણે ભોજન કર્યું ન હતું. તેમજ જ્યારે રાવને મને શક્તિ મારી હતી અને તમે રાવણ નો વધ કર્યો હતો એવા ૭ દિવસ આપણે ભોજન કર્યું ન હતું. આ તે જ ૭ ફળ છે. તો આવી રીતે 14 વર્ષ તપ કરવાથી જ ભગવાન લક્ષ્મણે ઇન્દ્રજીત ને હરાવ્યો હતો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો
Comments
Post a Comment