Skip to main content

રાણી પદ્માવતી

રાણી પદ્માવતી

💁🏻‍♂ રાણી પદ્માવતીના પિતાનું નામ ગંધર્વસેન હતુ અને માતાનું  નામ ચંપાવતી હતુ. ગંધર્વસેન સિંહલના રાજા હતા. કહેવાય છે કે, રાણી પદ્માવતી બાળપણ થી જ ખૂબ સુંદર હતાં. દીકરી મોટી થતા પિતાએ રિવાજ મુજબ  સ્વયંવર આયોજિત કર્યુ. આ સ્વયંવરમાં એમણે બધા હિન્દુ રાજાઓ અને રાજપૂતોને બોલાવ્યા.

💁🏻‍♂ ચિતૌડગઢનાં રાજા રતન સિંહ પણ પહેલાથી જ તેમની એક પત્ની હોવા છતાંય સ્વયંવરમાં ભાગ લીધો. રાજા રતન સિંહએ સ્વયંવર જીત્યો અને પદ્માવતી સાથે લગ્ન કર્યા.

💁🏻‍♂ ચિતૌડગઢના રાજપૂત રાજા રતન સિંહ એક કુશળ શાસક અને પતિ હોવા ઉપરાંત રતન સિંહ કળાના કદરદાન પણ હતા. તેમના દરબારમાં ઘણા પ્રભાવશાળી લોકો હતા. જેમાં ચેતન નામનો એક સંગીતકાર પણ હતો. ચેતન સંગીતની સાથો સાથ કાળો જાદૂ પણ જાણતો હતો. કહેવાય છે કે, એક દિવસ ચેતન ખરાબ આત્માઓને બોલાવવાનું  કામ કરી રહ્યો હતો અને તે રંગે હાથ પકડાઈ ગયો.

💁🏻‍♂ આ વાતની જાણ થતા જ રાજા રતન સિંહે સંગીતકાર ચેતનને રાજ્યમાંથી કાઢી મુક્યો. આ સજાના કારણે ચેતન રાજાનો દુશ્મન બની ગયો. આ અપમાનનો બદલો લેવા માટે ચેતન દિલ્લી ગયો. ત્યાં ચેતન એક જંગલમાં રોકાયો જ્યાં દિલ્લીનો સુલ્તાન શિકાર માટે જતો હતો.

💁🏻‍♂ એક દિવસ જ્યારે સંગીતકાર ચેતનને ખબર પડી કે સુલ્તાન શિકાર માટે જંગલમાં આવી રહ્યો છે, તો ચેતને તેની કળા એટલે કે વાંસળી વગાડવાનું શરૂ કર્યું. વાંસળીમાં માહિર ચેતનની કળાને ઓળખતા ખિલ્જીએ તેમના સૈનિકોને તેમની પાસે લાવવા માટે કહ્યું. સુલ્તાને ચેતનની પ્રશંસા કરતા એને તેના દરબારમાં આવવા માટે કહ્યું. ચેતનને પોતાના કામમાં સફળતાનો રસ્તો મળી ગયો અને તેણે એક તીરથી બે નિશાન લગાવવાની શરૂઆત કરી નાખી. એક તેમની કળાથી ખિલ્જીના દરબારમાં પહોંચ્યો અને બીજું રાજા રતન સિંહ સાથે બદલો લેવા માટે ખિલ્જીને ભડકાવવા લાગ્યો.

💁🏻‍♂ ચેતનની વાત ન બનતા, ચેતને  સુલ્તાન સામે કાયમ  રાણી પદ્માવતીની સુંદરતાના વખાણ કરવા લાગ્યો જેને સાંભળી ખિલ્જીની અંદર રાણી પદ્માવતીને પામવાની ઈચ્છા જાગી. રાજપૂતોની બહાદુરી વિશે ખિલ્જી પહેલાથી જ જાણતો હતો. અને તેના માટે તેમની સેનાને ચિતૌડ કૂચ કરવા કહ્યું. ખિલજીનું સપનું રાણી પદ્માવતીને જોવાનું હતુ.

💁🏻‍♂ વખાણ સાંભળ્યા પછી  બેચેન સુલ્તાન ખિલ્જી, રાણી પદ્માવતીની એક ઝલક માટે બેકાબૂ હતો. ચિતૌડગઢનો કિલ્લો ઘેરાબંદી થયો પછી ખિલ્જીએ રાજા રતન સિંહને એવો સંદેશ મોકલ્યો કે, રાણી પદ્માવતીને એ એમની બહેન સમાન માને છે અને તેમને મળવા ઈચ્છે છે. સુલ્તાનની આ વાત રતન સિંહે મૈત્રી પૂર્વક માની લીધી. પણ રાણી તૈયાર નહોતી. તેણીએ એક શરત રાખી.

💁🏻‍♂ રાણી પદ્માવતીએ કીધું કે, તે અલાઉદ્દીનને પોતાના પડછાયાામાં પોતાનો ચેહરો બતાવશે. અલાઉદ્દીનને આ સમાચાર મળ્યા કે રાણી પદ્માવતી તેમને મળવા તૈયાર થઈ ગઈ છે. તે સૈનિકોના કિલ્લામાં ગયો અને શરત મુજબ કહેવાય છે કે, રાણી પદ્માવતીની સુંદરતા પાણીના પડછાયામાં જોયા પછી અલાઉદ્દીન ખિલ્જીને રાણી પદ્માવતીને પોતાની બનાવવાની લાલસા જાગી. તેના શિબિરમાં પરત આવતા સમયે અલાઉદ્દીન ખિલ્જી સાથે રાજા રતન સિંહ પણ હતા. આ સમયે ખિલ્જીએ સૈનિકોને આદેશ આપી, અવસર જોઈને કપટ કરીને રતન સિંહને બંદી બનાવી લીધા. રતન સિંહની મુક્તિ માટે ખલ્જીએ શરત રાખી કે, રાણી પદ્માવતી મને સોંપી દો અને રાજાને છોડાવી લો.

💁🏻‍♂ રાણી પદ્માવતી તો હોશિયાર અને બહાદુર હતાં એમણે ખીલ્જીના દરબારમાં પોતે જવાને બદલે એક યોજના બનાવી. યોજના મુજબ 150 જેટલી પાલખી સૈનિક સાથે મોકલી. દરેક પાલખીમાં સૈનિકો હથિયાર સાથે ખીલ્જીના દરબારમાં પહોંચી ગયાં અને રાજા રતનસિંહને સુરક્ષિત છોડાવી લાવ્યા.

💁🏻‍♂ પોતાને અપમાનિત અનુભવ કરતો સુલ્તાન ગુસ્સામાં આવીને તેમની સેનાને ચિતૌડગઢ કિલ્લા પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો. કિલ્લો મજબૂત  હતો. અને સુલ્તાનની સેના કિલ્લાની બહાર અડગ રહી. ખિલ્જીએ કિલ્લાની ઘેરાબંદી કરી નાખી અને રાજા રતનસિંહના રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુંઓ ધીમે-ધીમે સમાપ્ત થઈ ગઈ. મજબૂરીમાં રતન સિંહે દ્વાર ખોલવાના આદેશ આપ્યા અને યુદ્ધ માટે લલકાર્યું. રતન સિંહની સેના અપેક્ષાનુસાર ખિલ્જીની સેના સામે ઢેર થઈ ગઈ અને બહાદુર રાજા રતન સિંહ વીરગતીને પ્રાપ્ત થયા. આ સૂચના મેળવી રાણી પદ્માવતીએ ચિતૌડની મહિલાઓને કહ્યું કે, ‘હવે આપણી પાસે બે વિક્લ્પ છે. કાં તો આપણે જૌહર કરી લઈકે  કે પછી વિજયી સેના સામે આપણુ અપમાન સહન કરીએ

💁 બધી જ સ્વમાની અને બહાદુર મહિલાઓની એક જ સલાહ હતી કે, એક વિશાળ ચિતા સળગાવીએ અને એ આગમાં કૂદી પડ્યે.  આ રીતે ’પદ્માવતી’એ પોતાની જાતને ખિલ્જીનાં હવાલે ન કરતા પોતાની જાતને આગમાં હોમી દીધી હતી. પદ્માવતી બાદ ચિત્તોડની ઘણી મહિલાઓએ પણ આગમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. આગમાં કૂદીને પોતાનો જીવ આપનારને જૌહર કહેવામાં આવે છે. એ મહિલાઓની બહાદુરી અને ગૌરવ આજે પણ લોકગીતમાં જીવિત છે.

Comments

Popular posts from this blog

ખનિજ કોલસાના મુખ્ય ચાર પ્રકારો

🌋 ખનિજ કોલસાના મુખ્ય ચાર પ્રકારો :- 📌 [1] પીટ કોલસો 👉🏿 પીટમાં લગભગ 28% કાર્બન હોય છે. 👉🏿 લાકડામાંથી થતા કોલસના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા પીટ કહેવાય. 👉🏿 પીટને કાચો કોલસો પણ કહેવ...

Difference between a Buddha and Mahavir statue

Ajit Vadakayil http://ajitvadakayil.blogspot.in/2013/07/difference-between-buddha-and-mahavira.html?m=1 Tuesday, July 16, 2013 DIFFERENCE BETWEEN A BUDDHA AND MAHAVIRA STATUE- CAPT AJIT VADAKAYIL SRIVATSA MARK OF MAHAVIRA ,   LEFT HANDED SWASTIKA OF BUDDHA,  KAUSTUBHA MANI FROM SAMUDRA MANTHAN  –  CAPT AJIT VADAKAYIL Several decades ago, when I was young one of my friends showed me a Japanese memento. So  I asked him where he got it from.  He said that a few days ago some Jap tourists had come to his house , and given him that. Above : Buddha statue Naturally I asked him, what tourists object of interest is there in his house. So he replied that he is a Buddhist and his great great great grandfather had brought a very ancient marble statue of Buddha from Sri Lanka , which is installed in his home.  And that lot of Japanese tourists come to pray to it as it is on their tourist brochure. So I made it a point to to visit his ...

Oswal

👉यदि आप ओसवाल जैन हे तो अवश्य पढ़े  👇  और आगे भी जानकरी दे                                                      🙏🏻 जय गुरु रत्नप्रभ्  सूरिजी🙏🏻                            ...