શ્રીરામજી પણ ઇન્દ્રજીતનો વધ કરી શકે એમ નહતા – લક્ષ્મણજીએ વધ કરવા આ ૩ નિયમોનું પાલન કરેલું જાણવા જેવું , ધાર્મિક | April 17, 2020 રામાયણની કહાનીમાં આપણને ભાઈઓનો જબરદસ્ત પ્રેમ જોવા મળે છે. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા એ આપણે બધા જાણીએ છીએ. શ્રી રામ શાંત સ્વભાવના હતા અને લક્ષ્મણ થોડા ઉગ્ર સ્વભાવના હતા. જો કે બંને પ્રેમ ખુબ જ કરતા હતા, જો કે એક સમય એવો પણ આવ્યો હતો કે શ્રી રામને તેના નાના ભાઈ લક્ષ્મણ ને લઈને શંકા પેદા થઇ હતી, શંકાનું કારણ હતું ઋષિ અગસ્ત્ય નું કથન, જેને કહ્યું હતું કે રાવણના પુત્ર ઇન્દ્રજીત ને માત્ર લક્ષ્મણ જ મારી શકશે. આ ત્રણ નિયમોનું લક્ષ્મણજી એ કર્યું હતું પાલન : એક વખત ઋષિ અગસ્ત મુની અયોધ્યામાં આવ્યા તો લંકા યુદ્ધ ની વાતો થવા લાગી, શ્રી રામે જણાવ્યું કે તેને રાવણ અને કુંભકર્ણ જેવા વીરો નો વધ કર્યો, પરંતુ લક્ષ્મણએ પણ ઇન્દ્રજીત અને અતિકાય જેવા વિશાળ અને શક્તિશાળી અસુરોને માર્યા હતા. આ વાત સંભાળીને ઋષિ અગસ્ત બોલ્યા, એ વાત માં કોઈ સંદેહ નહિ કે રાવણ અને કુંભકર્ણ પ્રચંડ વીર હતા. પરંતુ તેનાથી પણ વધુ વીર ઇદ્રજીત હતા. ત...